ઈવેન્શન્સ લિમિટેડ (કંપની), ખઈંઈઊ અને કોર્પોરેટ ઇવેન્ટ્સ ક્ષેત્રમાં કાર્યરત એક વિકસતી કંપની, જે સમગ્ર ભારતમાં તેમજ આંતરરાષ્ટ્રીય સ્થળોએ ઇવેન્ટ પ્લાનિંગ, એગ્ઝિક્યુશન, ઇન્સેન્ટિવ ટ્રાવેલ અને બ્રાન્ડ એક્ટિવેશન જેવી સેવાઓ પ્રદાન કરે છે, તેણે પોતાના ઈંઙઘના ઓપનિંગની જાહેરાત કરી છે. ઇશ્યૂ બુધવાર, 30 સપ્ટેમ્બર 2026ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને સોમવાર, 5 ઓક્ટોબર 2026ના રોજ બંધ થશે. ઇક્વિટી શેરોને ગજઊ જખઊ પ્લેટફોર્મ પર લિસ્ટ કરવાનો પ્રસ્તાવ છે. કંપની છત. 10ની ફેસ વેલ્યૂ ધરાવતા 32,30,400 ઇક્વિટી શેર ઓફર કરી રહી છે, જેનો પ્રાઇસ બેન્ડ છત.112થી છત. 118 પ્રતિ ઇક્વિટી શેર છે. પ્રાઇસ બેન્ડના ઉપલા સ્તરે ઇશ્યૂનું કુલ કદ રૂ. 38.12 કરોડ છે.
ઇશ્યૂ પ્રાઇસ રૂ. 112થી રૂ. 118 પ્રતિ ઇક્વિટી શેરના પ્રાઇસ બેન્ડની અંદર બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા નક્કી કરવામાં આવશે. ઇશ્યૂનો માર્કેટ લોટ 1,200 ઇક્વિટી શેરનો છે અને રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા બે લોટ માટે અરજી કરવાની રહેશે, જેની રકમ પ્રાઇસ બેન્ડના ઉપલા સ્તરે રૂ. 2.83 લાખ થશે. ઇંગઈં રોકાણકારોએ ઓછામાં ઓછા ત્રણ લોટ માટે અરજી કરવાની રહેશે, જેની રકમ રૂ. 4.25 લાખ થશે. કોર્પોરેટ પ્રોફેશનલ્સ કેપિટલ પ્રાઈવેટ લિમિટેડ ઇશ્યૂ માટે બૂક રનિંગ લીડ મેનેજરછે, જ્યારે મુદ્રા છઝઅ વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડઇશ્યૂ માટે રજિસ્ટ્રારછે.
કંપની ઈંઙઘમાંથી મળેલી રકમનો ઉપયોગ પોતાની નાણાકીય સ્થિતિ મજબૂત કરવા અને પોતાના બિઝનેસના આગામી તબક્કાની વૃદ્ધિને ટેકો આપવા માટે કરશે. પ્રાપ્ત રકમમાંથી રૂ. 7.00 કરોડનો ઉપયોગ ચોક્કસ ઉધારની ચુકવણી અને/અથવા પ્રીપેમેન્ટ માટે કરવામાં આવશે, જેનાથી કંપનીની દેવાની સ્થિતિને ઑપ્ટિમાઇઝ કરવામાં મદદ મળવાની અપેક્ષા છે. વધુમાં, રૂ. 1.40 કરોડ તેની સબ્સિડિયરીમાં રોકાણ કરવામાં આવશે.
