અનંત અનાદિ વડનગર’ થીમ પર યોજાનારી સ્પર્ધામાં ભાગ લઈ સર્જકો જીતી શકશે રૂ. 31,000 સુધીના ઇનામો
ગુજરાતની અસ્મિતા અને સદીઓ જૂની સાંસ્કૃતિક પરંપરાના જીવંત પ્રતીક સમાન વડનગરની વિરાસતને દુનિયા સમક્ષ રજૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વડનગરમાં ઉજવાઈ રહેલા શ્રાવણોત્સવના ભાગરૂપે ગુજરાત સરકાર અને ખુૠજ્ઞદ પ્લેટફોર્મના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય રીલ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધામાં જૂનાગઢ જિલ્લાનાં યુવાનો, કલાકારો, ક્ધટેન્ટ ક્રિએટર્સ અને નાગરિકોને પણ ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય વડનગરની ઐતિહાસિક ધરોહર, આધ્યાત્મિક મહાત્મ્ય અને બૌદ્ધ સંસ્કૃતિના અવશેષોને આજના ડિજિટલ યુગમાં સર્જનાત્મક રીતે ઉજાગર કરવાનો છે.
આગામી શ્રાવણ માસના ચાર અઠવાડિયા દરમિયાન ચાર અલગ-અલગ વિષયો પર આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે, જેમાં પ્રથમ સપ્તાહની થીમ ‘અનંત અનાદિ વડનગર’ નિર્ધારિત કરવામાં આવી છે. આ સ્પર્ધા અંતર્ગત સહભાગીઓએ વડનગરના પ્રખ્યાત કીર્તિ તોરણ, પવિત્ર હાટકેશ્વર મહાદેવ મંદિર અને પ્રાચીન બૌદ્ધ સંસ્કૃતિના અવશેષો જેવી વિરાસતોને આવરી લેતી આકર્ષક રીલ્સ તૈયાર કરવાની રહેશે. સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા વિજેતાઓ માટે આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવનાર વિજેતાને રૂ. 31,000, દ્વિતીય ક્રમે રૂ. 21,000 અને તૃતીય ક્રમે આવનાર વિજેતાને રૂ. 11,000નું પ્રોત્સાહક ઇનામ એનાયત કરવામાં આવશે.
સ્પર્ધકોએ પોતાની એન્ટ્રીઓ ખુૠજ્ઞદ પોર્ટલ પર આપેલી લિંક દ્વારા સબમિટ કરવાની રહેશે. રસ ધરાવતા સ્પર્ધકો તા. 5 ઓગસ્ટ 2026 સુધીમાં પોતાની એન્ટ્રીઓ સબમિટ કરી શકશે. આ રીલની સમયમર્યાદા 1 થી 3 મિનિટની રાખવામાં આવી છે અને તે ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં બનાવી શકાશે. સ્પર્ધામાં માત્ર ઓરિજિનલ વીડિયો જ સ્વીકારવામાં આવશે, જ્યારે એઆઈ (અઈં) દ્વારા નિર્મિત અથવા સ્ટોક ફૂટેજનો ઉપયોગ કરનાર એન્ટ્રીઓ માન્ય રહેશે નહીં. વીડિયો ફોર્મેટ ખઙ4, અટઈં અથવા ખઘટમાં લઘુત્તમ 720ા રિઝોલ્યુશન સાથે હોવું અનિવાર્ય છે.
