ઉનામાં ઘેરા પ્રત્યાઘાતો; સૈયદ સમાજની ધાર્મિક લાગણી દુભાવ્યાનો આક્ષેપ

પ્રાંત અધિકારીને આવેદનપત્ર, કાયદેસરની કાર્યવાહી અને કથિત વીડિયો હટાવવાની માંગ

ઉના શહેર સહિત દેલવાડા, નવાબંદર, કોબ અને આસપાસના વિસ્તારોમાં સૈયદ (સાદાત) સમાજમાં એક કથિત વિવાદાસ્પદ જાહેર પ્રવચનને લઈને રોષની લાગણી જોવા મળી હતી. સૈયદ સમાજ તથા મોહર્રમ ની પવિત્ર તાઝિયાદારી અંગે અપમાનજનક અને વાંધા જનક ટિપ્પણીઓ કરવામાં આવી હોવાના આક્ષેપસાથે સમાજના આગેવાનો તથા મુસ્લિમ સમાજનાપ્રતિનિધિ ઓ દ્વારા ઉના પ્રાંત અધિકારી કૌશિકભાઈ પરમારને આવેદનપત્ર પાઠવી કાયદેસરની કાર્યવાહી કરવાનીમાંગ કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, પોરબંદર ના મૌલાના અબ્દુલ સતાર રીઝવી’ નામની યુટ્યુબ ચેનલ પર સંબંધિત જાહેર પ્રવચનનો વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હોવાનો સમાજ ના આગેવાનો દ્વારા દાવો કરવામાં આવ્યો છે. વીડિયો સામે વાંધો ઉઠાવતા આગેવાનોએ જણાવ્યું હતું કે, પ્રવચનમાં સૈયદ (સાદાત) સમાજની ઓળખ, પ્રતિષ્ઠા તથા ધાર્મિક માન્યતાઓને લઈને કથિત રીતે અપમાન જનક શબ્દોનોઉપયોગ કરવામાં આવ્યો છે.સૈયદસમાજ અંગે કથિત ટિપ્પણીઓથી રોષ વ્યક્ત કરી આવેદનપત્ર આપ્યું હતું જેમાં આક્ષેપ કરાયો છે કે સંબંધિત પ્રવચન માં સૈયદ સમાજના લોકો અંગે કથિત રીતે હલકી ભાષા અને વાંધાજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી. સમાજના આગેવાનોના જણાવ્યા પ્રમાણે, આવી ટિપ્પણીઓથી સૈયદ (સાદાત) સમાજની લાગણીઓને ઠેસ પહોંચી છે અને સમાજની પ્રતિષ્ઠાને જાહેરમાં નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો હોવાની લાગણી ઊભી થઈ છે.આ ઉપરાંત, પ્રવચનમાં મોહર્રમ માસની પવિત્ર તાઝિયાદારી અંગે પણ કથિત રીતે વાંધાજનક અને અપમાનજનક ટીપ્પણીઓ કરવામાં આવીહોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ધાર્મિક પરંપરાઅને માન્યતાઓ અંગે કરવામાં આવેલી આવી ટિપ્પણીઓથી સમાજ ની ધાર્મિક લાગણીઓ દુભાઈ હોવાનો આવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સમાજના આગેવાનોએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે જાહેરમાં કરવામાં આવેલી આવી કથિત ટિપ્પણીઓ માત્ર એક સમાજની લાગણી દુભાવતી નથી, પરંતુ અલગ-અલગ જ્ઞાતિ અને કોમો વચ્ચે વૈમનસ્ય, ધિક્કાર અને દુશ્મનાવટની લાગણીઓને પ્રોત્સાહન મળી શકે છે. તેથી સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી જવાબદાર વ્યક્તિ સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં સમાજના પ્રતિનિધિઓએ ભારતીય ન્યાય સંહિતાની કલમ 196 (1) (એ) (બી), 299 અને 352 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ સંબંધિત યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરાયેલા કથિત વાંધાજનક વીડિયોની તપાસ કરી તેને દૂર કરાવવા તેમજ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવા પણ રજૂઆત કરવામાં આવી છે.સમાજના આગેવાનો દ્વારા સ્પષ્ટપણે રજૂઆત કરવામાં આવી હતી કે સમગ્ર મામલે તથ્યોની તપાસ કરવામાં આવે અને જો આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદાર વ્યક્તિ સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે.
આ સમગ્ર મામલે ઉના પ્રાંત અધિકારી કૌશિકભાઈ પરમારને આવેદનપત્ર પાઠવી સમાજની ધાર્મિકલાગણી ઓ તથા પ્રતિષ્ઠાના રક્ષણ માટે યોગ્ય પગલાં લેવા માંગ કરવામાંઆવી હતી.આ પ્રસંગેસૈયદ સબીર બાપુ કાદરી દેલવાડા સૈયદ જમાતના સલીમ બાપુ ગુલાબમિયા, મુસ્લિમ સમાજ પંચના આગેવાન હાજી ઈકબાલભાઈ ભિસ્તી, અલ્તાફ બાપુ બહારૂની, સૈયદ શફી બાપુ, માસુમભાઈ કાશમાણી સહિત મોટી સંખ્યામાં સૈયદ સમાજ અને મુસ્લિમ સમાજના આગેવાનો,ધર્મગુરુઓ તથા અકિદતમંદો ઉપસ્થિત રહ્યા હતા.
સમાજના પ્રતિનિધિઓએ સમગ્ર મામલે શાંતિપૂર્ણ રીતે કાયદેસરની કાર્યવાહી થાય અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી કોઈપણ પ્રકારની કથિત સામગ્રી સામે નિયમ મુજબ પગલાં લેવામાં આવે તેવી માંગ કરી હતી.
હવે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આ કથિત વાયરલ વીડિયો અંગે શું તપાસ હાથ ધરવામાં આવે છે અને આવેદનપત્રના આક્ષેપો અંગે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે.

રિલેટેડ ન્યૂઝ