રશિયાનો યુક્રેન પર મિસાઈલ હુમલો યુક્રેને કાળા સમુદ્રમાં રશિયન જહાજ ડૂબાડ્યું

ટ્રમ્પે ના પાડ્યા પછી રશિયા-યુક્રેન યુદ્ધ તીવ્ર બન્યુ

યુક્રેનના કિવ સહિત શહેરોમાં રશિયાના ૨૭ બ્ોલિસ્ટિક મિસાઈલ હુમલામાં ૯નાં મોત

ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને પેટ્રિઅટ મિસાઇલ ટેકનોલોજી પૂરી પાડવાનું પાછું ખેંચી લીધું છે. આ યુક્રેન માટે એક ફટકો હતો. કલાકો પછી, રશિયાએ ૨૭ બેલિસ્ટિક મિસાઇલો સાથે મોટો હુમલો કર્યો હતો. જેમાંથી યુક્રેન ફક્ત એકને અટકાવવામાં સફળ રહૃાુ હતુ. જેમાં લગભગ નવ લોકો માર્યા ગયા. જવાબમાં, યુક્રેને કાળા સમુદ્રમાં ૧,૦૦,૦૦૦ ટન વજન ધરાવતા રશિયન કન્ટેનર જહાજ “યાનિના” ને ડૂબાડી દૃેવાનો દૃાવો કર્યો છે.
રશિયાએ રાતોરાત ૨૭ બેલિસ્ટિક મિસાઇલો છોડી, પરંતુ યુક્રેન ફક્ત એકને તોડી પાડવામાં સફળ રહૃાું. બાકીની ૨૬ મિસાઇલોએ કિવ સહિત અનેક શહેરોમાં વિનાશ વેર્યો. હુમલામાં ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા અને ૩૦ થી વધુ ઘાયલ થયા. જવાબમાં, યુક્રેને કાળા સમુદ્રમાં એક મોટું રશિયન કન્ટેનર જહાજ પણ ડૂબાડી દૃીધું. યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે દૃેશ હવે પેટ્રિઅટ ઇન્ટરસેપ્ટર મિસાઇલોની તીવ્ર અછતનો સામનો કરી રહૃાો છે. તેમણે કહૃાું હતું કે આ જ કારણ છે કે રશિયા સતત બેલિસ્ટિક મિસાઇલ હુમલા કરી રહૃાું છે.
આ હુમલાનું સૌથી આઘાતજનક પાસું એ હતું કે યુક્રેન રશિયા દ્વારા છોડવામાં આવેલી ૨૭ બેલિસ્ટિક મિસાઇલોમાંથી ફક્ત એકને અટકાવવામાં સફળ રહૃાું હતું. બાકી રહેલી લગભગ બધી મિસાઇલો તેમના લક્ષ્યો સુધી પહોંચી ગઈ. આ સ્પષ્ટપણે દૃર્શાવે છે કે યુક્રેનની હવાઈ સંરક્ષણ પ્રણાલી નબળી પડી ગઈ છે, અને પેટ્રિઅટ ઇન્ટરસેપ્ટર્સનો અભાવ હવે ઘાતક સાબિત થઈ રહૃાો છે. રશિયન હુમલાના થોડા કલાકો પછી, યુક્રેને કાળા સમુદ્રમાં મોટો જવાબ આપ્યો હતો. રશિયાની રાજ્ય માલિકીની પરમાણુ કંપની, રોસાટોમે પણ સ્વીકાર્યું હતું કે બે યુક્રેનિયન નૌકાદૃળના ડ્રોન દ્વારા ટક્કર માર્યા પછી જહાજ કાળા સમુદ્રમાં ડૂબી ગયું હતું. કંપનીના જણાવ્યા અનુસાર, આ હુમલો નોવોરોસિસ્ક બંદૃરથી આશરે ૧૩૦ નોટિકલ માઇલ દૃૂર આંતરરાષ્ટ્રીય પાણીમાં થયો હતો. રશિયાએ દૃાવો કર્યો હતો કે જહાજમાં ફક્ત નાગરિક માલસામાન, જેમ કે સ્થિર ખોરાક અને બાંધકામ સામગ્રી, લઈ જવામાં આવી રહી હતી, અને આ હુમલાને “ચાંચિયાગીરી” ગણાવ્યો હતો. જોકે, તેણે એમ પણ કહૃાું હતું કે જહાજમાં સવાર તમામ ૧૭ ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ