હજુ પણ એક વિદ્યાર્થી છુ, રોજ કંઈક વધુ શીખુ છુ:રાહુલ ગાંધી

લોકસભા વિપક્ષના ન્ોતાએ જેન-ઝી સ્ટાઇલમાં લોકોન્ો ફ્રેન્ડશિપ-ડેની શુભેચ્છા પાઠવી

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રવિવારે ’ફ્રેન્ડશિપ ડે’ પર લોકોને ’જેન-ઝી’ સ્ટાઈલમાં શુભેચ્છા પાઠવી છે. તેમણે પ્રખ્યાત કોરિયન ’િંફગર હાર્ટ’ ઈમોજીનો ઉપયોગ કર્યો હતો અને રમુજી અંદૃાજમાં કહૃાું કે, તેમને હમણાં જ તેનો અર્થ ખબર પડ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરતાં રાહુલ ગાંધીએ લખ્યું, ’હજુ પણ એક સ્ટુડન્ટ છું, દૃરરોજ કંઈક નવું શીખી રહૃાો છું. આજનો પાઠ : આજે ફ્રેન્ડશિપ ડે છે અને આ ’િંફગર હાર્ટ’ એક દિૃલ છે. દૃરેકને ફ્રેન્ડશિપ ડેની શુભેચ્છાઓ. ખૂબ બધો પ્રેમ!’
કોંગ્રેસ સાંસદૃ રાહુલ ગાંધી સોશિયલ મીડિયા, અનૌપચારિક વાતચીત અને યુવાનો પર કેન્દ્રિત ઝુંબેશ દ્વારા સતત યુવા પેઢી સાથે જોડાવાનો પ્રયાસ કરી રહૃાા છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં તેમણે અનેક વખત વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા છે, જેમાં પેપર લીક અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી છે. આ સાથે જ તેમણે અનેક ભાષણો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં ’જેન-ઝી’નો ઉલ્લેખ કર્યો છે.
કોંગ્રેસ નેતાએ ભારત અને વિદૃેશના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી છે તથા કારકિર્દૃી, શિક્ષણ અને લોકશાહી અંગેની વાતચીતના વિડીયો પણ શેર કર્યા છે.
દૃેશવ્યાપી ’છત્રા કી ગુંજ’ ઝુંબેશ દૃરમિયાન તેમણે યુવાનોને પરીક્ષાઓમાં ગડબડ અને નોકરીની ભરતીને લગતી સમસ્યાઓ સામે અવાજ ઉઠાવવા આહ્વાન કર્યું હતું.

રિલેટેડ ન્યૂઝ