વ્યવસ્થા સામે બે જસ્ટિસે ઉઠાવેલા સવાલોની ચર્ચા
દિૃલ્હીમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ઉજ્જલ ભુયાને જજોની પસંદૃગી પ્રક્રિયા પર સવાલો ઉઠાવ્યા છે
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ઉજ્જલ ભુયાને જજોની પસંદૃગી, ટ્રાન્સફર વગેરે નિર્ણયો લેતી કોલેજિયમની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. જ્યારે દિૃલ્હી હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ એપી શાહે દૃેશની વર્તમાન સ્થિતિ અંગે િંચતા વ્યક્ત કરી હતી અને કહૃાું હતું કે એક્ટિવિસ્ટ અને અસહમત લોકોનો અવાજ દૃબાવવા માટે તમામ પ્રકારના કાયદૃાઓનો ઉપયોગ થઇ રહૃાો છે. જો દૃેશના યુવાનો કોઇ રાજનેતાનું રાજીનામુ માગે તો તેને લાકડીઓ ખાવી પડી રહી છે એટલુ જ નહીં તેની સાથે કેસ પણ કરી દૃેવાય છે.
ગોવા હાઇકોર્ટ બાર એસોસિએશનની એક લેક્ચર સીરીઝમાં દિૃલ્હી હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ એપી શાહે આ ટિપ્પણી કરી હતી, તેમણે કહૃાું હતું કે બોલવાની સ્વતંત્રતા લોકશાહીના પાયા સાથે જોડાયેલી છે. રાજકીય ચર્ચાથી લોકોને જાણકારી મળે છે, ટિકાઓનો સામનો કરવાનો સૌથી મોટો ઉપાય લોકો સાથે વાતચીત કરવાનો છે. લોકોના સવાલોનો જવાબ આપવાનો છે. પરંતુ લાગી રહૃાું છે કે આપણા દૃેશના સત્તાધીશો આ વાત ભુલી ગયા છે. દૃુ:ખદૃ બાબત છે કે આજે એક્ટિવિસ્ટ, અસહમતિ રાખનારા તેમજ રાજકીય કાર્ટૂનિસ્ટોને ચુપ કરાવવા કે પરેશાન કરવા અનેક પ્રકારના કાયદૃાઓનો ઉપયોગ કરાઇ રહૃાો છે. યુવાનો કોઇ નેતાનું રાજીનામુ માગે તો તેને લાઠીઓ પડી રહી છે. કેસો કરી દૃેવાય છે.
જ્યારે દિૃલ્હીમાં એક સંસ્થાની ન્યાયિક પારદૃર્શિતા ઇન્ડેક્સ રિપોર્ટના લોન્ચિંગ સમયે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ઉજ્જલ ભુયાને કહૃાું હતું કે જો કોઇ જજની પસંદૃગી કોઇ પદૃ માટે કરવામાં ના આવે તો તે નિર્ણય પાછળનું કારણ ના જણાવવું અન્યાય છે. કોલેજિયમ જજોની નિમણુંક, પ્રમોશન, ટ્રાન્સફર વગેરેની ભલામણો કરતી હોય છે. આ તમામ નિર્ણયો પાછળના ચોક્કસ કારણો પણ લોકો માટે જાહેર થવા જોઇએ. લોકોને પોતાના જજો કોણ છે તે જાણવાનો અધિકાર છે, જજો કેવા પ્રકારના ચુકાદૃા આપે છે તે જાણવાનો તેમને અધિકાર છે.
કોર્ટમાં શું ચાલી રહૃાું છે તે જાણવાનો તેમને અધિકાર છે. આ તમામ માહિતી જાહેર જનતા માટે ઉપલબ્ધ હોવી જોઇએ.
