જમ્મુ-કાશ્મીરના કુલગામ હુમલા બાદ સેનાએ બારામુલાથી ઓવર ગ્રાઉન્ડ વર્કરની ધરપકડ કરી

જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં થયેલી હત્યાઓ બાદૃ સુરક્ષા દૃળોએ નવેસરથી આતંકવાદૃ વિરોધી કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહીના ભાગ રૂપે તેઓએ બારામુલ્લા જિલ્લાના શીરી વિસ્તારમાં એક ’ઓવર ગ્રાઉન્ડ વર્કર’ (ઓજીડબ્લ્યુ) ને પકડી લીધો અને તેની પાસેથી મોટી માત્રામાં ગેરકાયદૃેસર શસ્ત્રો અને દૃારૂગોળો જપ્ત કર્યો. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે નરવાવમાં ઝંડફરાન-ગોરીવાન ક્રોિંસગ પર સુરક્ષા કર્મચારીઓ દ્વારા સ્થાપિત સંયુક્ત ચોકી પર ધરપકડ કરવામાં આવી હતી.
ચેિંકગ દૃરમિયાન ગોરીવાન દિૃશામાંથી આવતા એક શંકાસ્પદૃ વ્યક્તિએ ચેકપોઇન્ટ નાકા પાર્ટીને જોઈને ભાગવાનો પ્રયાસ કર્યો.
અધિકારીઓએ જણાવ્યું કે સતર્ક કર્મચારીઓએ તેનો પીછો કર્યો અને તેને સ્થળ પર જ પકડી લીધો. આરોપીની શોધખોળમાં એક કેમોલાઈઝ્ડ એમ.પી.-૫ પ્રકારની પિસ્તોલ, ૧૦ જીવંત ૯એમએમ રાઉન્ડ ધરાવતું મેગઝિન, એક મોબાઇલ ફોન અને એક કાળો બેકપેક મળ્યો.
ધરપકડ કરાયેલ ઓવર ગ્રાઉન્ડ વર્કરની ઓળખ બારામુલ્લા જિલ્લાના શીરી વિસ્તારના નામ્બલાનના રહેવાસી એજાઝ અહેમદૃ ગની (સ્વર્ગસ્થ મોહમ્મદૃ સુલતાન ગનીના પુત્ર) તરીકે થઈ છે.

રિલેટેડ ન્યૂઝ