પોલીસે ઝડપી જેલ હવાલે કર્યા
ભાવનગર રેન્જ આઈ.જી.આર.વી અસારી તથા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા દ્વારા નામદાર કોર્ટમાંથી સજા પામેલ આરોપીને પકડી પાડવા સારૂ સુચના આપેલ હોય જે અન્વયે બરવાળા વિભાગના વિભાગીય પોલીસ અધિક્ષક ચિંતન પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ જે સુચના અને માર્ગદર્શન અન્વયે રાણપુર પોલીસ સ્ટેશનના ઙઈં એસ.એ.પટેલ રાણપુર પોલીસ સ્ટાફ દશરથભાઇ રણછોડભાઇ કમેજરીયા, ઝાલાભાઇ વશરામભાઇ ગમારા, લગ્ધીરસિંહ અજીતસિંહ ચુડાસમા, મહાવીરસિંહ રઘુવીરસિંહ ચુડાસમા, અનિરુધ્ધભાઇ બહાદુભાઇ જેબલીયા એ રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પેટ્રોલીંગમાં તે દરમ્યાન સર્વેલન્સ ટીમ દ્વારા ખાનગી રાહે બાતમી હકીકતખ મળી કે એડીશનલ ડીસ્ટ્રકટ કોર્ટના જાવક નંબર 457/2026 તા. 29/7/2026 મુજબના આરોપીઓ (1) હકુભાઈ ભીખાભાઇ બામ્ભા રહે. ગઢીયા(2) પ્રકાશભાઈ ઘનશ્યામભાઇ દોદરીયા રહે. પાટણા(3) ગોવિંદભાઇ જાગાભાઇ ગાંગડીયામીર રહે.પાટણા (4) મેરૂભાઇ ઉર્ફે રમેશભાઇ ગંભુભાઇ અંબાળીયા રહે.રોજકા ને 7 વર્ષની સાદી કેદની સજા થયેલ હોય અને આ સજા પામેલ તમામ આરોપીને રાણપુર પોલીસ દ્વારા હસ્તગત કરી લઇ કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.
